પ્રેમ-કાંડ - ભાગ-4

પ્રેમ-કાંડ

ભાગ ૪

(અંતિમ પ્રકરણ.)

“કાર્તિક તું વધારે સવાલ નહીં કર તને કીધું એટલું કર, એ રામુકાકાને ખબર છે..”

એટલું કહીને મેં ફોન કાપી નાખ્યો એટલો બધો શોર થતો હતો કે હું વાત પણ નહોતો કરી શકતો. હવે કાર્તિક અડધો કલાકમાં અહી પહોંચી આવે તો સારું નહીતો મારા બધાજ પ્લાન ઉપર પાણી ફરી જશે, મહેમાનો અને ઘરવાળા બધા મને કારમાં બેસવા કહી રહ્યા હતા, ખુબ ઉતાવળ કરી રહ્યા હતા, મારો અણવર પણ ઘડીએ ઘડીએ મને ટોકતો હતો. હું ઈચ્છતો હતો કે હજુ થોડી વાર લાગે, દસેક મિનીટ મેં પાણી પીવું છે, એમ કરવામાં કાઢી નાખ્યા, ત્યાં તો કાર્તિક આવી પહોંચ્યો.

બસ હવે મારો ડ્રામાં ચાલુ થવાનો હતો, કાર્તિકને સેરવાનીમાં જોઇને હું થોડી હિંમતમાં આવી ગયો, થોડો સ્વસ્થ થયો અને કાર્તિક મારી બાજુમાં આવ્યો.

“પેલું કવર ક્યાં?” મેં પૂછ્યું.

“એ તો બોલેરોમાં પડ્યું છે,”

“લેતો આવ જરા.”

કાર્તિકને કંઈ સમજમાં નહોતું આવતું, કાર્તિકનું ધ્યાન હજુ વૈશાલી તરફ નહોતું ગયું, અને વૈશાલીએ પણ મોટો ઘૂંઘટ તાણેલો હતો, પપ્પાએ વચ્ચે ટોકતા કહ્યું.

“બેટા એ બાકીની ચર્ચા અને તમારો ભરત મિલાપ પછી ત્યાં જઈને કરજો, હાલ આપણે ઉતાવળ છે, ત્યાં મહેમાનો આપણી રાહ જોઈ રહ્યા છે. મારા સાસુ, સસરા,સાળો અને આવેલ મહેમાનો આ બધું જોઈ રહ્યા હતા, અને મેં કહ્યું.

“વેઇટ પપ્પા અસલી મિલાપ તો હવે થવાનો છે, લેલા અને મજનું નો.” મેં હસતા હસતા કહ્યું,.

કાર્તિક કવર હાથમાં લઈ ને આવી ગયો એ મારી સામે ઉભો રહી જોઈ રહ્યો હતો..

મેં વૈશાલીને કોણી થી ઠોસો માર્યો, વૈશાલીએ થોડો ઘૂંઘટ ઉંચો કરી મારી સામે જોઈએ આંખોના ઈશારા થી પ્રશ્નાર્થ ભાવ કર્યો, મેં મારા બંને હાથેથી વૈશાલીનો ઘૂંઘટ ખેંચી અને કહ્યું.

“કામ-ઓન વૈશાલી, યુ કેન ડુ ઈટ ...હરી અપ,,, વૈશાલી પ્લીઝ...કમ-ઓન.”.

વૈશાલી સ્થિતપ્રગ્ન અવસ્થામાં ઉભી રહી અને કાર્તિક જોતો રહી ગયો, કાર્તિક નું મગજ ચકરાવે ચડી ગયું હતું, મેં ફરી વૈશાલીને કહ્યું..

“કમ-ઓન વૈશાલી પેલો ડોફો બેહોશ થઇ જાશે,,જલ્દી. પ્લીઝ વૈશાલી,

કાર્તિક એ ટોળામાંજ લગભગ દસ મીટરના અંતરે ફૂલોથી સણગારેલી સફેદ સ્વીટના દરવાજા પાસે ઉભો હતો,, “કમ-ઓન વૈશાલી...પ્લીઝ...

“જાણે સિહણ પોતાનો શિકાર કરતા એક ડગલું પાછળ માંડે એમ વૈશાલીએ બન્ને હાથેથી ઘાઘરાની ઘેર જરાક ઉંચી કરી, ડાબો પગ ઉપાડ્યો, અને દોડતી દોડતી એ કાર્તિકને જઈ ને ચોંટી પડી,

આજુ બાજુ વાગતા ઢોલ નગારા અને મ્યુજિક બંધ થઇ ગયું હતું, બધાના ચહેરા ઉપર જાણે દેડકાએ મૂત્ર વિસર્જન કર્યું હોય એમ ડઘાઈને આ દ્રશ્ય જોતા રહ્યા, ત્રણ મહિના પછી વૈશાલી અને કાર્તિક મળ્યા હતા, એ બંને વચ્ચે કોઈ સંપર્ક નહોતો, વૈશાલીના વાળ વિખેરાઈ ગયા, વૈશાલી કાર્તિકની છાતીમાં ચુમ્બક ની જેમ ચોટી ગઈ હતી, જાણે આસપાસના દ્રશ્યનું એને ભાન પણ ન રહ્યું, અને કાર્તિક પણ તેના માથા ઉપર અને ખભા ઉપર હાથ ફેરવતો રહ્યો. કપાળ ઉપર ચુંબન કરતો રહ્યો, અને એ દ્રશ્ય જોઈ મારા કલેજાને ઠંડક પહોંચી. હું બાજુમાં જઈ અને સ્વીફ્ટ કારના બોનેટ ઉપર બેસી આ દ્રશ્ય જોઈ રહ્યો.

વચ્ચેજ મારા પપ્પા મારી નજીક આવી તાડૂક્યા, “રાજેશ આ બધું શું છે? આ કેવું નાટક માંડ્યું છે?”

“ પપ્પા કાલે વેલેન્ટાઈન ડે છે તમને ખબર નથી? એક પતી અને પત્ની તેની ઉજવણી એડવાન્સમાં આવી રીતે કરે છે.”

મારા ફેક સ્વસુર તો આ બધું સમજતા હોય તેમ ઉભા ઉભા જોતા રહ્યા. અને ફરી પપ્પાએ કહ્યું. “રાજેશ વૈશાલી તારી પત્ની છે, આપણા ઘરની શાન છે, વહુ છે, આપણી ઈજ્જત છે, અને આ તું શું બોલી રહ્યો છે?”

“જુઓ પપ્પા વૈશાલી મારી પત્ની છેજ નહી, એ તો પહેલાથીજ કાર્તિકને તેનો પતી માની ચુકી છે, અને કાર્તિકની કાયદેશરની પત્ની છે, મારા વૈશાલી સાથે થયેલા લગ્ન કોઈ હિસાબે યોગ્ય નથી.”

કાર્તિકના હાથમાં રહેલું કવર ખેંચી અને પપ્પાને આપતા કહ્યું.

“તો અત્યાર સુધી આ કેવું નાટક માંડ્યું હતું?” પપ્પાએ ગુસ્સામાં કહ્યું.

“નાટક? મેં માંડ્યું? અરે તમે લકોએ જે નાટક કર્યું એ શું ઓછું છે? અરે ! હું કોઈક બીજીને પ્રેમ કરું છું, વૈશાલી કોઈક બીજાને પ્રેમ કરે છે! અને તમે અમને બંનેને પરણાવી અને રાજી થઇ રહ્યા હતા? લગ્નથી પહેલા અમારા બંનેની વાત સાંભળવા પણ તૈયાર ન હતા,”

“બેટા એ આપણા સમાજનો નથી, અને ....” મેં વચ્ચે અટકાવતા કહ્યું.

“અરે, કેવો સમાજ? થુકું છું હું આવા બે કોડીના સમાજ ઉપર, જે આ યુવા દિલોની લાગણીને સમજી ના શકે, અને જુવાનીના જોશની દુહાઈ હેઠળ યુવા દિલોની લાગણીને ચગદી નાખે એવા સમાજને આગ લગાવી દેવી જોઈએ, અરે હું આજ સુધી નથી જાણતો કે પાયલ કઈ જ્ઞાતિની છે, કે ક્યા સમાજની છે, અને અમે બંને એ કોઈ દિવસ આવો સવાલ નથી કર્યો, આજે ચાર વર્ષ થયા, અરે એના સર્ટીફીકેટસ પણ હાથમાં આવ્યા તો તેની જ્ઞાતિ કે પેટા જ્ઞાતિ વાંચવાની જહેમત નથી ઉઠાવી, અને આ બે કોડીનો સમાજ?”

વચ્ચેજ મારા ફેક સ્વસુર, હા ફેક સ્વસુર જ કહેવાયને પહેલાથી પરણેલી દીકરી મને પરણાવવા આવી પહોંચ્યા.

“જો બેટા રાજેશ, આવું બધું પહેલા વિચારવું જોઈતું હતું, અને અમને પહેલા કહી દેવું હતું, પણ આમ સમાજમાં બધાની વચ્ચે અમારી આબરૂના લીરા નહોતા ઉડાડવા,”

“અરે! કેવી ઈજ્જત ? શું તમને ખબર ન હતી કે તમારી વૈશાલી કોઈ બીજા છોકરાને પ્રેમ કરે છે!, અને એ કોઈ બીજી જ્ઞાતિનો છે! અને મેં તમને કહ્યું હોત તો તમે શું કરતા? શું પગલા લીધા હોત?

મારા સાથે નહીં તો કોઈ બીજા સાથે પરણાવી દીધી હોત, પણ ના કાર્તિક સાથે નહી, કેમ? કેમ કે એ બીજી જ્ઞાતિનો છે. વાહ? વાહ!

વચ્ચે મારો સાળો વૈશાલીનો હાથ પકડી અને કાર્તિકના આલિંગનમાંથી છોડાવી રહ્યો હતો મેં તેને અટકાવતા કહ્યું.

“ખબરદાર વૈશાલીને કોઈએ હાથ લગાવ્યો છે તો. કાયદેશરની વિદાઈ અને વિધિ થઇ છે, હું અહી થી વૈશાલીને લઇ તો નહી જાઉં, પણ હા આ જોઇલો કાર્તિક અને વૈશાલી નું હનીમુન પેકેજ બેન્ગ્કોંગ અને પતાયા ફરવા જવાના છે,, અને મારી પરવાનગીથી જવાના છે..”

કવરમાં રહેલી ટીકીટ અને કાર્તિક અને વૈશાલી નું મેરેજ સર્ટીફીકેટ બતાવતા કહ્યું.

“ના રાજેશ એ શક્ય નથી,”

“કેમ શક્ય નથી? કાકા હવે તમારી પાસે ત્રણ ઓપ્સન છે,,વૈશાલીને મારી સાથે મોકલી દો એટલે હું એ કાર્તિક ને સોંપી દઉં... બીજું ઓપ્સન એ કે તમે જાતેજ વૈશાલીને કાર્તિકને સોંપી દો, અને ત્રીજું ઓપ્સન વૈસલીને તમારા ઘરમાં રાખો, જયારે મરજી થાય ત્યારે મૂકી જજો,, તમે જે સમાજની દોહાઈ આપી રહ્યા છો એમાંનો કયો જુવાન તમારી વૈશાલી ને સ્વીકારે છે? હું પણ જોઉં? તમે એમ માનતા હો કે તમે વૈશાલીને મારી સાથે પરણાવી છે, તો મારી સાથે મોકલી આપો, અને પછી એજ વૈશાલી ક્યાં જાય છે શું કરે છે એ મારે જોવાનું તમારે નહી, બોલો છે મંજુર? ન્હીજ હોય મંજુર, હું જાણું છું, જ્યાં સુધી આ તમારા દિમાગમાં સમાજની છીછરી સમજણ છે તમે ડરપોક ના ડરપોક રહેવાના, વૈશાલીનો હાથ કાર્તિક ના હાથમાં સોંપવાની જીગર નથી તમારા માં કેમ?

રામુકાકા ગાડી લગાવો અહી મારે બહાર જવું છે,, અને કાર્તિક તું મારું મો શું જોઈ રહ્યો છે? બેસ આ સ્વીફ્ટ કારમાં, જો આહી રાજેશ નો આર લખ્યો છે, એ આર માંથી કે કરતા વાર નહી લાગે, ઉપર થી એક ફૂલ ની વેણી ઉઠાવી લઈશ એટલે કાર્તિક નો કે થઇ જશે.

બધા ફાટી આંખે મને જોઈ રહ્યા, પપ્પા ખુબ ગુસ્સે થઇ ગયા, અને પપ્પાએ કાર્તિકને અને મને ટકાવતા કહ્યું,

“ચુપ,,, બહુ મોટા થઇ ગયા ? બહુ મોટું કામ કર્યું? તો ચાલો હવે ઉપડો અહીં થી.”

“અરે ના પપ્પા એમ નહી જાઉં, મને ખબર હતી હવે પછી તમે આગળ કેવી ધમકી આપવાના છો, આ લ્યો તમારી કંપનીમાં હું પચાસ ટકા શેર હોલ્ડર છું ને? તે હું પરત કરું છું, અરે તમારે કહેવાની જરૂર નથી, અને દરેક માં બાપ આવીજ ધમકી આપે છે,,આ તો કોમન બાબત છે.”

હું એ કવર માંથી કંપનીના શેર ચેક, મારા નામે કરેલ તમામ વિગતો પપ્પાને પકડાવી દીધી અને કહ્યું,,

“હું વૈશાલી અને કાર્તિક આ ગેટ ની બહાર નીકળી જઈએ એટલે અમને શોધવાની જરૂર નથી. ઇસ ધેટ ક્લીઅર?”

આટલું કહી હું ચાલતો થયો એક હાથમાં વૈશાલી નો હાથ અને બીજા હાથમાં કાર્તિક નો હાથ,

મમ્મી મારા સામે જોઈ રહી, મમ્મીના ચહેરા ઉપર વ્યથા જોવાઈ, પણ મમ્મી મજબુર હતા,

ચાલતા ચાલતા કાર્તિક એ કહ્યું..

”અલ્યા ડોફા કંઇક વધારે નહી થઇ ગયું આજે?”

અરે આટલા વટથી તને તારું આ પાર્સલ લાવી દીધું અને તું કહે છે કે વધારે થઇ ગયું?”

અમે ગેટ ની બહાર નીકળ્યા મને ખુબ ભૂખ લાગી હતી, કાર્તિક પણ ભૂખ્યો હતો, ગેટની બહાર બધા અમને જોઈ રહ્યા, વૈશાલી દુલ્હન ના પહેરવેશમાં અને અમે બંને દુલ્હા ના પહેરવેશમાં, પાર્ટી પ્લોટની સામે સમોસાની લારી પાસે જઈ અને ઉભા રહ્યા, મેં આમ તેમ નજર દોડાવી કોઈ પ્રેસ પત્રકાર દુર થી અમારો વિડીઓ ઉતારી રહ્યો હતો.

મેં તેના તરફ ધ્યાન ન આપ્યું, અમે ત્રણેય લારી ની પાછળ સ્ટુલ ઉપર બેસી ગયા, આજુબાજુની લારી વાળા અમને કુતુહલવસ જોઈ રહ્યા, સમોસાનો ઓર્ડર કર્યા પછી મેં કાર્તિકને પૂછ્યું.

“તમારા માટે મેં વી.આઈ.પી.સુટ રૂમ બુક કરાવ્યો છે, આ સમોસા જાપટી અને ચુપ ચાપ રીક્ષામાં બેસી જજો. કોઈ પ્રોબ્લેમ થાય તો મને ફોન કરજે.

અમે સમોસા ખાઈ અને રોડ ઉપર રીક્ષાની રાહ જોઈ રહ્યા હતા, ત્યાં પાયલ એકટીવા લઇને પહોંચી આવી.રોડ ઉપર એકટીવા ઉભું રાખી અમારી નજીક આવી, પાયલને કોઈ નવાઈ ન લાગી હોય એક કહેવા લાગી

“હાય, રાજેશ! હાય કાર્તિક, ચાલો મારા ઘરે, મને કંઈ કહેવાની જરૂર નથી, ટીવીમાં બધું લાઈવ જોઈ લીધું, તમારો આ આખો પ્રેમ-કાંડ ટીવીમાં લાઈવ આવતો હતો આ ન્યુજ ચેનલ વાળાએ તો હોબાળો મચાવી દીધો,”

“સોરી પાયલ, કાર્તિક અને વૈશાલી...કાર્તિકે મને વચ્ચે અટકાવતા કહ્યું..

“વૈશાલી નહી સીમરન.”

“અરે હા. ભાઈ સીમરન અને કાર્તિકની વ્યવસ્થા છે, હું મારી વ્યવસ્થા કરી લઈશ..

હજુ આટલી વાત કરી હતી અને મમ્મી પપ્પા, મારા ફેક સ્વસુર, ફેક સાસુમા સાળો બધા પહોંચી આવ્યા, મેં પેલા છુપી છુપીને શૂટ કરતા પત્રકારને હાથ થી ઈશારો કરતા કહ્યું.

“મિત્ર છુપાઈ છુપાઈને નહી,, અહી આવી અને આ પ્રેમ-કાંડ નું બિન્દાસ્ત શુટિંગ કરો.”

તે હસતા હસતા બહાર આવી ગયો અને, શૂટ કરવા લાગ્યો, ત્યાં પપ્પાએ મને પૂછ્યું.

“ રાજેશ તેં અને પાયલએ તો કોર્ટમેં મરેજ નથી કરી લીધા ને.? ”

“ના પપ્પા, એ બાકી છે કાલે કરી લઈશું બિન્દાસ્ત. અને અમને કોઈ રોકી નહી શકે.”

“હવે સમોસાથી પેટ ભરાઈ ગયું હોય તોં ચાલો પાછા અંદર, પાયલના મમ્મી અને પપ્પા પણ આવે છે, એમને ફોન કરી દીધો છે, તમારા લગ્નની વિધિ ફરી થી કરવાની છે, એવો આગ્રહ પાયલના પપ્પાનો છે,” પપ્પાએ પાયલ તરફ જોતા અને હળવી સ્માઈલ કરતા કહ્યું.

રાત્રીના અગિયાર વાગે અમારા ચારેયના લગ્ન વિધિસર થયા, જે ઐતિહાસિક લગ્ન મીડિયા વાળાએ લાઈવ કેપ્ચર કર્યા,,

લગ્નની વિધિ પૂરી થયા બાદ અમે ચારેય, ઉભા થયા, જ્યાં મારા મમ્મી પપ્પા, પાયલ ના મમ્મી પપ્પા, કાર્તિકના મમ્મી પપ્પા, અને વૈશાલી ના મમ્મી પપ્પા એક હરોળમાં ચેર ઉપર બેઠા હતા, ત્યાં જઈ કેમેરા સામે ચારેય જણાએ એક સાથે જોઈ વડીલો તરફ હાથ કરતા અમે એક સાથે બોલ્યા..

“શીખો શીખો કંઇક આ મહાન આત્માઓ પાસેથી”

સમાપ્ત.

***

રેટ કરો અને રિવ્યુ આપો

Deepali

Deepali 11 માસ પહેલા

Payal Vadher Rathod

Payal Vadher Rathod 11 માસ પહેલા

Viral

Viral 1 વર્ષ પહેલા

D J Mehta

D J Mehta 2 વર્ષ પહેલા

Usha Dattani

Usha Dattani 2 વર્ષ પહેલા