આવ તુજને હસાવું , આવ તુજને રડાવું , આવ તુજને પ્રેમ કેરી હુંફ આપું , જો હોય તુંજ તણો વિશ્વાસ તો આવ તુજને આ પ્રેમ તાણું આખું વિશ્વ બતાવું. - સમય

જિંદગી ની સફર ને હું
હસતા હસતા કાપ તો ગયો...

રસ્તે ઘણી ખુશીઓ વેરાયેલી હતી,
તેને વિણતો ગયો....

મુરઝાયા પછી પણ
મારી સુવાસ ની ચર્ચા છે અહીં....

વસંત તો શું, હું તો
પાનખર માં પણ ખીલતો ગયો....

ઉંચાઈએ રહેવાનો મને
મોહ જરા પણ નથી .....

સમય સાથે સમજાયું
નથી મળતી ખુશીઓ જ હમેશા.....

ખુશ રહેવા દુઃખ ને પણ
હસીને માણતા શીખ તો ગયો....

આ મુસ્કાન જોઈ એમ ન માનતા
કે રડયો નથી હું ક્યારેય.....

પણ આંસુઓની શ્યાહી બનાવી
શબ્દોમાં વ્યથા લખ તો ગયો.....

કોશિશ તો કેટલીયે કરી હશે
જિંદગીએ મને રડાવવાની.....

પણ સવાલ વટનો હતો,
હું હમેશા હસી ને જીવતો ગયો ......
પણ હવે સમજાયું જિંદગી તો સારીજ છે
હવે હુ પોતાના રીતે જીવતી ગયો...

આઈ લવ યૂ જિંદગી....🌹

વધુ વાંચો

ગુમાવ્યા નો હિસાબ કોણ રાખે​,​
અહિં તો જે મળ્યું
એનો આનંદ છે.​.!!

માસિક આવક કરતા
માનસિક આવક
બમણી કરો...
#આનંદ

વધુ વાંચો

સમય સંધ્યાનો ગમે તો આવજો સાંજે ઘરે
થાવ થોડા ફ્રી તમે તો આવજો સાંજે ઘરે

સૂર્ય તો દરરોજ આથમતો રહે છે નિયમસર
"કામ" તમારા આથમે તો આવજો સાંજે ઘરે

કેસરી આકાશમાં ટીમટીમ થતા તારક સમું
દિલમાં જો કંઈ ટમટમે તો આવજો સાંજે ઘરે

જોઈને ડૂબતા દિવસને થાય જો ઉદાસ મન
એકલા પણ ના ગમે તો આવજો સાંજે ઘરે

શ્વેત,ભૂરા ,લાલ ,પીળા, ખીલશે રંગો ઘણા
બસ આ પડછાયા નમે તો આવજો સાંજે ઘરે

દોડતાં રહ્યા મનુષ્યો ભાગતું રહ્યું નગર
હાંફતી સડકો થમે તો આવજો સાંજે ઘરે
#કામ

વધુ વાંચો

#વિચલિત
મારા વિચારો અને એમાં રેહતી તું !

તું એટલે મારી એવી પરિકલ્પના કે હું ઈચ્છુ એ રીતે તને ચાહી શકું !
તારી સાથે રહી શકું !
તારી સાથે હસી શકું !
તારી સાથે રડી શકું !
મતલબ કહું તો કંઈ પણ કરવા પહેલાં કઈ જ વિચારવું ના પડે કે ના એ બાબતે તારી કોઈ નારજગી હોય !
મારા શબ્દોના અલંકાર તારી સુંદરતાને ઓર નિખારી શકે પછી લખું કઈંક એવું ને ખુદ મુજને હું તુજમાં પરોવી શકું !
તારા એ ઘુમ્મરિયાળા કેશમાં મારા હાથની આંગળીઓ પરોવી કોઈક અટકચાળી કરતા તુજને હું છેડી શકું !
તારી લચકતી કમરની સુવાળી સપાટી પર હળવેકથી ચિમટી મારી તારી એ માદક આહ નો આનંદ લઇ શકું !
પછી તારો એ નખરાળો ગુસ્સો અતિવેગે મુજપર આવી ચડે ને એ મધમીઠી તકરાર કરતા તારી ઓર સમીપ આવી શકું !
ક્ષણભર માટે બધું થંભી જાય ને તારી આંખોમાં સ્થિર મારી આંખો હું રાખી શકું ! ના હોય પળનો પણ પલકારો ને તારી ધડકન હું મારા દિલમાં અનુભવી શકું !
રહી જાય તો બસ મૌન ચારેકોર અને એ મૌનમાં મારા પ્રેમભર્યા આલિંગનથી તને મદહોશ કરી શકું !
મારા વિચારો અને એમાં રહેતી મારી પરિકલ્પના એટલે તું !

વધુ વાંચો

આ અંતર પણ કેવું છે તારું ને મારું,
તું ત્યાં દૂર ચહેરા પર હાસ્ય લેહરાવે છે ને તેની અનુભૂતિ અહીં મુજ હૈયાં ને થઈ છે.


#અંતર

વધુ વાંચો

????
બીક તો ઘણી લાગે છે પણ તું સાંભળે તો એક વાત જણાવું,
હું એકલવાયું પંખી છું તું હા પાડે તો માળો બનાવું !!
???
#સાંભળો

વધુ વાંચો

#સાંભળો

એક વાર “આંખો” મીલાવીતો જુઓ,
મને “નજર” બનતા વાર નહિ લાગે..

એક વાર “દિલ” થી સાંભળી તો જુઓ,
મને “ધબકારા” બનતા વાર નહિ લાગે..

એક વાર “વાદળ” બની તો જુઓ,
મને “વરસતા”વાર નહિ લાગે..

એક વાર “યાદ” કરી તો જુઓ,
મને “તસવીર” બનતા વાર નહિ લાગે..

એક વાર “શબ્દ” બની તો જુઓ,
મને “ગઝલ” બનતા વાર નહિ લાગે..

એક વાર બીજા “જન્મ” માં મળશું એવું કહી તો જુઓ,
“સાથી” મને “મરતા” પણ વાર નહિ લાગે..!!

વધુ વાંચો

એક ફક્ત એનાં આગમનથી જીવન રંગીન લાગે,
જાણે અજાણે કોઇ તત્વની આ ભજવણી લાગે.

હૂંફ અને લાગણીનાં ખાતા મેં એવાં પાડ્યાં,
બસ અમારાં પ્રેમના નામની મને ખતવણી લાગે.
#જીવન

વધુ વાંચો