દુનિયામાં સૌથી મજબૂત અને સૌથી રહસ્યમય કંઈ હોય તો એ છે માનવ મન. માનવીના મનમાં ઉભરાતા, ઉછાળા મારતાં લાગણીઓના પુર જ નવી નવી ઘટનાઓ ઘટવાનું કારણ બને છે અને એને પેપર પર કંડારીને, આપની સમક્ષ એક વાર્તા રૂપે લઈ આવીશ હું... આપ એ વાર્તાને વાંચજો અને આપનો અમૂલ્ય પ્રતિભાવ ચોક્કસ આપજો.

સ્કુલ, કોલેજો, મલ્ટીપ્લેકસ, મોલ્સ બધું બંધ રહેશે...બસ, હોસ્પિટલ અને મેડિકલ સ્ટોર ચાલું રહેશે.
અમે ફરજ પર હાજર રહીશું...👍

વાઇરસ બેક્ટેરિયા જોડે અમારે આજીવન લડવાનું...પોતાના જીવની પરવા તો ક્યારેય કરવાની જ નહીં. અમે અમારી ફરજ ખુશીથી બજાવશું...👍

ક્યારેક ઘરના કામ પડતાં મૂકીને ભાગવાનું, ક્યારેક ઘરના લોકોને બીજાના ભરોશે છોડીને ભાગવાનું. અમે અફસોસ નહિ કરીએ, અમારી ફરજ નિભાવશુ.

અમે તૈયાર છીએ! દર્દીઓ અકળાયેલા હશે, કંટાળેલા હશે. કેટલાક માસ્ક નહીં પહેરે, હજાર બહાના બનાવશે.
અમે એમને શાંતિથી સમજાવીશું...👍

તમારી દવાઓ, બીજી જરૂરી વસ્તું તમને સમયસર ઉપલબ્ધ કરાવશું, ભલે અમારા ઘરે દૂધ, શાકભાજી લાવવાના રહી જાય...અમારા ઘરનું એક એક સભ્ય સમજે છે એની જવાબદારી...👍

- નિયતી કાપડિયા

વધુ વાંચો

મારી આસપાસ જેટલા પણ સફળ માણસોને હું જોવું છું એ બધા એમના સ્કુલ સમયે એવરેજ કહી શકાય એવા હતા. એક વાત જે ઉડીને આંખે વળગે એવી હતી એ એમની જુગાડું બુધ્ધિ! મિત્રો પાસેથી કામ લેવાની એમની કળા! બીજા અજાણ્યા પાસેથી કે હાજર હોય એને હથિયાર બનાવીને એ ગમે તે રીતે પોતાનું કામ કરી જ લેતા...

જે સ્કુલ ટોપર હતા એમને યોગ્ય સમયે નોકરી મળી ગઈ અને એ લોકો એક પગારમાં બંધાઈ ગયા જ્યારે આ લોકોને સારી નોકરી મળી નહિ કે કરવાની ઈચ્છા નહતી. એમને ફાવ્યો એવો નાનો મોટો ધંધો ચાલું કરેલો અને આજે સારી એવી પ્રગતિ કરી છે!

ટુંકમાં કહું તો માર્કશીટ પરના માર્ક્સ સફળતાની ગેરંટી નથી આપતા, એ માટે તમારે જાતે જ તમારી બુધ્ધિ દોડાવવી પડે...😅

નિયતીના જય શ્રી કૃષ્ણ 🙏

વધુ વાંચો

એક ખુબજ કામની સલાહ આપી રહી છું, ધ્યાનથી વાંચજો...👍

જો તમે ઈચ્છતા હોં કે તમારું બાળક બોર્ડમાં સારું પરિણામ લાવે તો શું કરશો...

૧) રસ્તામાં જતી કાળી ગાયને છોડીને, સફેદ ગાયને પકડીને એને તિલક કરી એક રોટલી કે ઘાસ ખવડાવજો... ગાય અને તમે બંને ખુશ થશો,
એનાથી પરિણામ સુધરશે એવું હું નથી કહેતી..!

૨) પીપળે દૂધ, આંબે પાણી, શિવલિંગ પર બીલીપત્ર ચઢાવજો પુણ્ય મળી શકે પણ પરિણામ સુધારવા હું આવું કરવાનું નથી કહેતી.

૩) એકટાણાં, નકોરડો ઉપવાસ, ખાલી ફ્રૂટસ કે દૂધ ઉપર રહેવું આવું તો કરતાં જ નહિ... માંદા પડશો તો સાચવશે કોણ...તમારા બોર્ડમાં ભણતાં છોકરાઓને જ સ્તો !!

૪) તો શું કરવાનું ? એ હવે કહું છું, ધ્યાનથી વાંચજો

ઘરેથી પરિક્ષા આપવા નિકળતાં પહેલા તમારા બાળકને એક ટાઇટ હગ એટલે કે જાદુની જપ્પી આપજો અને કહેજો આજનું પેપર ખૂબ સરસ જ જવાનું! જરાય ચિંતા કર્યા વગર જે આવડે એ સરસ રીતે લખવા માંડજે...👍 ઇરછો તો દહીંમાં સાકાર મેળવીને થોડું ખવડાવી દેવું...મગજમાં જેટલો ગ્લુકોઝ જાય એટલું સારું! આજના જમાનામાં એ સમયે ચોકલેટ આપી મોર્ડન માબાપ બનવાની ગોલ્ડન તક છે 😇

જ્યારે પેપર પૂરું થાય અને બાળક બહાર આવે ત્યારે સૌથી પહેલાં એનું મોઢું જોઈને અંદાજો લગાવી લેવાનો...

જો એ ખુશ દેખાય તો એની પિંઠ પર એક ધબ્બો મારી કહેજો, જો મેં કહ્યું હતુને આજનું પેપર મસ્ત જવાનું !

જો એ ઉદાસ લાગે તો કહી દેવાનું, આજનું પેપર જ સારું નહતું. ઘણાના છોકરાઓ રડતાં રડતાં બહાર નીકળ્યા. તારું તો તોય થોડુ સારું જ ગયું હશે 👍👍

બસ, આટલું કરજો...એના બધા પેપર સારા જ જશે. જરાય એને નીચે દેખાડવાનો, કે બીજા છોકરાઓ કેવી મહેનત કરે છે તે તો આખું વરસ રખડી ખાધું વગેરે હવે કહેવાનો કોઈ ફાયદો નથી, નુકશાન અવશ્ય થઈ શકે!!
નિયતીના જય શ્રી કૃષ્ણ 🙏

વધુ વાંચો

lots of questions on how to manage your carrier and passion...

sometimes it's very difficult to choose..!

ગુજરાતીમાં આપણી પાસે જે પણ અક્ષરો છે એમાંથી સૌથી પાવરફુલ અક્ષર કયો?

હું..કહું ?

“પ"

કેવી રીતે..? હાલો સમજાવું ?

“પ"થી પિતા, “પ"થી પુત્રી, “પ"થી પુત્ર દુનિયામાં પપ્પાને એમના બાળકો સિવાય બીજો કોઈ આટલો પ્રેમાળ સંબંધ ક્યાં મળે!

“પ"થી પત્ની પણ થાય અને “પ"થી પ્રભુ પણ થાય. પત્ની ને પ્રભુ બે ને ચાહો પછી જીવનમાં બીજું કશું ચાહવા જેવું ના રહે! “પ"થી પતિ પણ થાય હોં...?

“પ"થી પરિવાર આપણા સૌનો જીવન આધાર!

“પ"થી પૈસા જેના વગર ડૂબે દુનિયા.
“પ"થી પુણ્ય અને “પ"થી જ પાપ!
“પ"થી પુનર્જન્મ થાય અને “પ"થી જ પસ્તાવો પણ થાય.

જે કોઈ શબ્દ નથી, સંયોજક તરીકે વપરાય છે, ભલભલા વાક્યોનો અર્થ ફેરવી દે એ “પણ" પણ “પ" ઉપરથી જ આવે છે!

પદ, પ્રતિષ્ઠા અને છેક પરમાત્મા સુધી છે “પ"ની બોલબાલા!

નિયતીના જય શ્રી કૃષ્ણ ?

વધુ વાંચો

બેંક ઉઠી જાય એના ઉપર જોકસ,

કોઈ ઇન્ફેક્શન આવી જાય, લોકો મરવા લાગે એના ઉપર જોકસ,

શેર બજાર તળિયે બેસી જાય એની ઉપર જોકસ,

કોઈ નેતા પાર્ટી બદલી લે એની ઉપર પણ જોકસ,

ટ્રાફિકના નવા નિયમો આવે એની ઉપર જોકસ,

કોઈ વખત ઠંડી વધી જાય કે ગરમી વધી જાય એની ઉપર જોકસ,

વરસાદ આવે તો, ના આવે તો અને આવ્યા પછી જાય નહિ તો એની ઉપર પણ જોકસ...

આ ફેસબુક અને વોટ્સએપ વાળાએ નુકશાન કેટલુંય કરાવ્યું હશે પણ લોકોને હસતા અને હસાવતા કર્યા એ વાત નાની સુની નથી...???

નિયતીના જય શ્રી કૃષ્ણ ?

વધુ વાંચો

તમને ખબર છે માર્કેટમાં મળતા માસ્ક ખરીદવાની સામાન્ય લોકોને જરૂર જ નથી. ફક્ત સેફ્ટી માટે તમારે માસ્ક જોઈએ છે તો એ તમે જાતે ઘરે બનાવી શકો છો.

સાદા સફેદ કપડામાંથી માસ્ક સીવી લો. એને દેટોલ વાળા પાણીમાં ડુબાડી રાખો એક બે મિનિટ અને પછી તડકે સૂકવી લો, સુકાઈ જાય એટલે ઈસ્ત્રી ફેરવી લો જેથી કરચલીઓ નીકળી જાય ને પછી ઉપયોગમાં લો...સિમ્પલ!

એક વ્યક્તિ માટે ચાર પાંચ માસ્ક બનાવી લો અને એને ધોઈને ફરી વપરાશમાં લો...

માર્કેટમાં જઈને એક માસ્ક પાછળ સો બસો રૂપિયા ખર્ચવાની જરૂર જ નથી...એટલામાં તો તમે આખા ઘર માટે માસ્ક બનાવી શકો...?

વધુ વાંચો

ગોળ કેરી

મલ્હાર ઠક્કર અને માનસી પારેખ બંનેની સુંદર એક્ટિંગ અને બંને લાગે છે પણ સરસ. કેટલાક સીનમા માનસી મલ્હાર પર ભારે પડે છે..! એમના માબાપનો રોલ કરી રહેલા જૂના ગુજરાતી સિરિયલના કલાકારો સચિન ખેડેકર અને વંદના પાઠકને સ્ક્રિન ઉપર જોવા ગમે છે.

આખી ફિલ્મમાં જ્યારે વાત ચાલતી હોય ત્યારે બેક ગ્રાઉન્ડ મ્યુઝિક શાંત કરી દેવાયુ છે અને એની મોટી શાંતિ લાગી. જે તે માણસ જે કહી રહ્યો છે એના સિવાય કોઈ જ એક્સ્ટ્રા અવાજ નહિ...તમે આરામથી એ ડાયલોગ માણી શકો. કોઈ સરસ ગીત નથી ફિલ્મમાં એની ખોટ પડી!

ગુજરાતીઓ અને ખાસ કરીને આપણી આગળની પેઢીને આકર્ષવા જ વાર્તામાં સ્કુટર લઈ આવ્યા હોય એવું લાગ્યું. આખા ફેમિલીનો સ્કુટર પ્રેમ કેટલીય વાર પડદા પર જોવા મળ્યો. પત્ની સ્કુટર ચલાવતી હોય અને પતિ, દીકરો, વહુ બધા સ્કુટરની આસપાસ ગોઠવાઈ ગયા હોય એવા દ્રશ્ય ગુજરાતમાં જોવા મળી શકે? આજે સ્કુટર ને બદલે ગાડી ચાલે ?

આ ફિલ્મ આજના યુવાનો વિશે વાત કહે છે! એમની તકલીફો! એક બાજુ પ્રેમમાં હોય અને બીજી બાજુ નોકરીનું ટેન્શન. એમની પાસે ઓપ્શન ઘણા છે નોકરીના પણ એમને ગમે, ફાવે એવી નોકરી શોધવામાં મુંઝવણ અનુભવે. એ જ સમયે પોતાની પ્રેમિકાને આગળ વધતી જોઈ લગુતાગ્રંથી અનુભવે પરિણામે બંને વચ્ચે ઝઘડા...

ફિલ્મ અડધી થયા બાદ મને બોરિંગ લાગી. આગળ કોઈની પાસે કશું કહેવા કે કરવાનું હતું જ નહિ. છોકરાની ભૂલ છે, છોકરી બરાબર એટલે છોકરાને સમજાવો કે એ માફી માંગી લે...છેક એન્ડ સુધી છોકરાને સમજાવે અને એ માની જાય છે, જઈને માફી માંગે, એ છોકરી પણ એને તરત માફ કરી સ્વિકારી લે!

મને આ અંત ના ગમ્યો! કેટલી વાર એકની એક ભૂલો કર્યા બાદ પણ પ્રેમીકા જે ખરેખર ખૂબ હોશિયાર છે, એની મહેનતથી આગળ વધી રહી છે એ એની આગળ પાછળ ફર્યા કરતા અને સતત શંકા કરતા બોયફ્રેન્ડને માફ કરી દે? શા માટે માફ કરી દે? લગ્ન થયા બાદ એ સુધરી જવાનો? ફરીથી એ શંકા નહિ કરે, પત્નીના પતિ ઉપરના જોકસ પર એ ખુલ્લા દિલે હસી શકશે? એની પોતાની ઉપર નહિ લે... એવું શક્ય બનશે? કોઈ એક મજબૂત કારણ જોવા ના મળ્યું. આજના છોકરાઓને આ ફિલ્મ જોવી ગમી શકે, એમની પરિસ્થિતિ બતાવી છે અને એમને ગમે એવી ગર્લ ફ્રેન્ડ..!

એક મરાઠી ફિલ્મ ઉપરથી પ્રેરણા લઈ આ ફિલ્મ બનાવાઈ છે નો ડાઉત એ ફિલ્મ જોરદાર હશે!

બધી જગ્યાએ ગુજરાતી ફિલ્મ માટે હાઉસ ફૂલના પાટિયા જોઈને મને ખરેખર આનંદ થયો..!! હવે કોરિયન ફિલ્મ જોઈ એના ઉપરથી કોઈ ગુજરાતી ફિલ્મ બનાવો...???
નિયતીના જય શ્રી કૃષ્ણ ?

વધુ વાંચો

સેફ હોળી અને નેચરલ કલર કહી કહીને હોળીની મજા જ મારી નાખી છે!
પાક્કો કલર ના લગાડો, દોસ્તોને કાદવમાં રગદોળી ના નાખો ત્યાં સુધી હોળીની અસલી મજા આવે ખરી? ?

વધુ વાંચો

૧) આયા હોલી કા ત્યોહાર ઉડે રંગો કી ગુલાલ...
૨) રંગ બરસે ભિગે ચુનરવાલી રંગ બરસે
૩) do me a favour let's play Holi...

તમને જે ગમે એ ગીત ઉઠાવી લો, એક પણ ના ગમે તો તમારી પસંદનું જાતે લખી લો અને રંગો સાથે, સ્વજનો સાથે મન ભરીને ધુળેટી રમી લો...????

નિયતીના જય શ્રી કૃષ્ણ ?

વધુ વાંચો