ભગવાન પર ભરોસો કરો (TRUST ON GOD)

Writer Dhaval Raval લિખિત વાર્તા "તાકાત" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19880770/strength

જીવનનો છેલ્લો દ્વાર મૃત્યુનો છે
તો જીવ મૂકીને જીવોને
જીવમાં ભરીને શા માટે જીવવાનું ?
#જીવન

My life is a book
because
This is a lot to teach me
#જીવન

મારું જીવન જ એક પુસ્તક છે !
કેમ કે આ જીવન મને ઘણું શીખવે છે.
#જીવન

*સમજાય તો વંદન*
*પતંગ*

*:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::*

ઉંચે આકાશે પતંગ ઉડાવા તો બધા માંગે,
પણ કપાવા માટે કોઈ તૈયાર નથી.

દોરીમાં ગાંઠ ના થાય એ બધા ચાહે,
પણ દોરીની ઢિલ આપવા કોઈ તૈયાર નથી.

બીજાના સહારે ઉડાળવા માંગે પતંગ,
પણ પોતાની ફિરકાની સામું ના જોવે.

દોર પણ કેટલો કળક મળી ગયો,
જ્યાંથી પડી ગાંઠ ત્યાંથી તૂટી ગયો.

ઢીલ આપી ઉચ્ચી દેખાય પતંગ,
ડર એવો,કાપી ના જાય મારી પતંગ.

બાંધી છે ખોટી કાની પતંગને,
એ ક્યાં સુધી ટકી રહેશે પતંગ.

*:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::*

ધવલ રાવલ
TRUST ON GOD
#પતંગ

વધુ વાંચો

. *વ્હોટસએપ વિનાનો એક દિવસ* ...!

::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

મને ફાવે એવા તો દિવસો આવ્યા,
પરિવારથી દૂર થવાના બહાના આવ્યા,
ખબર હોવા છતાં દૂર કરે આ વ્હોટ્સએપ,
છતાં ના જાય વ્હોટસએપ વિનાનો એક દિવસ !

મહેનત કરતો વ્યક્તિ સ્ટેટ્સ મુકતો થયો,
મદદ કરતો વ્યક્તિ લાગણીના ફોટા બનાવતો થયો,
ખબર હોવા છતાં વ્યક્તિ સમયને ગુમાવતો થયો,
છતાં ના જાય વ્હોટસએપ વિનાનો એક દિવસ !

પરિવાર સાથે બેસતો ગૃપને બનાવતો થયો,
દુઃખને કહેનારો ડીપીને બદલાવતો થયો,
ખબર હોવા છતાં ભાગ્યને ખરાબ કરતો ગયો,
છતાં ના જાય વ્હોટસએપ વિનાનો એક દિવસ !

મુંજવણમાં આવ્યો છતાં વ્હોટ્સએપ ચલાવતો ગયો,
પરિવારની એકતાને બદલે ગૃપમાં સબંધ સાચવતો થયો,
ખબર હોવા છતાં છોળી નથી શકતો વ્હોટ્સએપ ને !
ખબર છે બગળી રહ્યું છે ભાગ્ય એમનું,
છતાં ના જાય વ્હોટસએપ વિનાનો એક દિવસ !

::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

ધવલ રાવલ
TRUST ON GOD

વધુ વાંચો

મહાશિવરાત્રી સ્પેશિયલ

epost thumb

*પ્રેમ કરું છું*

::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::


દુનિયા બનાવનાર અને દુઃખનો તારણહાર છે જે,
જેના ગળામાં સર્પ અને વાહન છે પોઠિયો,
*બસ એજ શિવ શંકરને પ્રેમ કરું છું*.

જેના અર્ધાંગિની માં શક્તિ ખુદ છે,
પ્રથમ પૂજ્ય ગણપતિ જેના બાળક છે,
*બસ એજ ગૌરીપતીને પ્રેમ કરું છું*.

રાક્ષસોને હણનાર કાર્તિકેયના જે પિતા છે,
ખુદ કર્મ ફળ દેનાર શનિદેવના જે ગુરુ છે,
*બસ એજ મહાદેવને પ્રેમ કરું છું*.

કાળથી પણ ઉંચુ જેનું ત્રિલોકમાં નામ છે,
કર્મથી પણ બચાવનાર જેનું મહાન કામ છે,
*બસ એજ મહાકાલને પ્રેમ કરું છું*.

સ્મશાનની અંદર જે ખુદ રહે છે,
ભૂત પ્રેત પિશાચ સાથે દેખાય છે,
*બસ એજ ભૂતનાથને પ્રેમ કરું છું*.

દર્શન ભલે એ મોડા આપે, સાથ પહેલા આપે,
ખોટાની સમક્ષ ક્યારેય ભક્તને હારવા ના દેય,
*બસ એજ ભોળાનાથને પ્રેમ કરું છું*.

::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ધવલ રાવલ
TRUST ON GOD

વધુ વાંચો

. *ખેલ બે મિનિટનો*

::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

બાજી નાખવામાં ક્યાં વાર લાગી હતી ?
બાકી; ખેલ બે મિનિટનો જ હતો.

સબંધોને બાંધવામાં ક્યાં વાર લાગી હતી ?
તોડવામાં; ખેલ બે મિનિટનો જ હતો.

લાગણીને બાંધતા બાંધતા કેટલી વાર લાગી હતી ?
લાગણીને તોડવાનો; ખેલ બે મિનિટનો જ હતો.

કોઈના જીવનમાં સારથી થતા ક્યાં વાર લાગી હતી ?
કોઈને પછાડવાનો; ખેલ બે મિનિટનો જ હતો.

કોઈએ તમને પ્રેમ કરવામાં ક્યાં વાર લગાડી હતી ?
પ્રેમને ઠુકરાવવાનો; એ ખેલ બે મિનિટનો જ હતો.

જન્મ લેવામાં ક્યાં વાર લાગી હતી ?
મૃત્યુનો; ખેલ પણ બે મિનિટનો જ હતો.

::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

ધવલ રાવલ
TRUST ON GOD

વધુ વાંચો